________________
ભક્તામર સ્તત્ર
(<)
એવું માની સ્તવન કરવાના થયા આજ ભાવ, તેમાં માનું મનહિં ખરે આપના છે પ્રભાવ; મેાતી જેવું કમળપરનું વારિ મિટ્ટુ જ જે છે, તેવી સ્તુતિ મનહર અહા સજ્જનાને ગમે છે.
(૯)
ક્રૂરે રાખા સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપા નાસે. જગજન તણાં નામ માત્રે તમારાં; જોકે દૂરે વિરહી અને કિરણાને પ્રસારે, તે ચે ખીલે કમલદલ તે કરણેાથી વધારે.
(૧૦)
એમાં કાંઈ નથી નવીનતા નાથ દેવાધિદેવ, ભક્તો સર્વ પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ; લેકો સેવે કઢિ ધનિકનેતા ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુ પદ્મ તણી આપ જેવા જ થાય.
(૧૧)
જોવા જેવા જગમહિ' કદિ હાય તા આપ એક, ખીજા સર્વે સફ્ળ પ્રભુથી ઊતરે છે જ છેક; પીધુ' હાયે ઉજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનુ, ખારાં ખારાં જલધિજાને કે પીએ કેમ માનુ ?
૧૩૧