________________
૧૨૪
જીવનસ્મૃતિ
પ્રકાશ પાથર્યો. એ તે એક જીવન જીવી ગયા. એમણે પિતાના આત્માની અપૂર્વ આરાધના અને સાધના કરી છે.
એ ઉચ્ચગતિ પામી ગયા. એમના સુપુત્ર તરીકે તમે આજ સુધી સુંદર પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનથી ભાગ લેતા આવ્યા છે. હવે પછી પણ પિતાના પગલે ચાલી એમની
તને જલતી રાખશે, એવી મને શ્રદ્ધા છે. તમારા માતુશ્રી તથા સૌને મારા સ્મરણુસહ ધર્મલાભ કહેજે.
' એમના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું.
-ચન્દ્રપ્રભસાગરના ધર્મલાભ
(૬) જીવન સાર્થક રીતે પૂરું થયું ભાઈલાલ છોટાલાલ પટેલ 0. B. E.,
વલ્લભ વિદ્યાનગર
તા. ૧૩––૬૫ પ્રિય ભાઈ જયંત,
આજરેજ ભાઈ પુરૂભાઈને પત્ર ઉપરથી જાણવા મળ્યું કે તારા પિતાશ્રીનું તા. ૯-૭-૬૫ને શુક્રવારના રોજ “અવસાન થયું છે.
આ સમાચાર જાણી એમના લગભગ પચાસ વરસ જુના મિત્ર અને સાથી તરીકે મને દુઃખ થાય એ તે સ્વાભાવિક છે, પરંતુ તમારા બધાના અને ખાસ કરીને તારા માતુશ્રીના દુઃખ અને આઘાતને વિચાર કરતાં સવિશેષ દુઃખ