________________
૧૨૦
જીવનસ્મૃતિ તેમના જીવનમાં તેઓ સારી એવી આત્મિક કમાણી કરી ગયા છે અને તેમના જીવનમાંથી મળેલા વારસારૂપ તમે પણ તેમને અનુરૂપ આધ્યાત્મિક જીવનને જીવનના પાયારૂપ બનાવે તે જ તેમના વારસદાર તરીકે તમારા માટે ઉચિત છે અને તે તમારામાં છે, હેય જ અને ભવિષ્યની પ્રજામાં પણ એ વારસે મૂક્તાજ રહેશે, એવા અમારા શુભાશિષ એ જે તેઓશ્રીના આત્માની શાંતિ ઈચ્છવા બરાબર છે.
લિ. આ. વિજયનંદનસૂરિના ધર્મલાભ
(૩) જીવનને અનેક રીતે સુશોભિત કર્યું.
દેલતનગર-બોરીવલી,
તા. ૧૨-૭–૬૫ ધર્મલાભપૂર્વ લખવાનું કે ધાર્મિક શિક્ષકેની પ્રતિષ્ઠા વ્યાવહારિક જીવનમાં મધ્યમ ગણાય છે. પરંતુ શ્રી માવજી દામજી શાહે પિતાની અનેકવિધ પ્રવૃત્તિઓ, સાહિત્ય, સંસ્કારે વગેરેથી ઘણી રીતે મહેકતી કરી છે અને પિતે જીવનને અનેક રીતે સુશોભિત કર્યું છે.
તેઓ અત્રે બોરીવલી-દેલતનગર શ્રી શંખેશ્વર પાર્થ નાથ પેઢીના માનનીય સભ્ય હતા અને શ્રી અમૃતસૂરિ જૈન સાહિત્યવર્ધક સભાના એક વહીવટદાર પણ હતા.
અત્રેની શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળાની પરીક્ષાઓ