________________
પત્રો
૧૧૯
ધાર્મિક સંસ્કારેથી દઢ થયેલ આત્મા આત્મકલ્યાણ સાધી જાય છે. તેઓ આત્મકલ્યાણ કરી ગયા. તે પગલે ચાલી તમે તથા તમારું કુટુંબ આત્મકલ્યાણ કરે, એ જ શુભેચ્છા.
ધર્મક્રિયામાં ઉદ્યમવંત રહે.
આધ્યાત્મિક્તાની અપૂર્વ સુગંધ અપી.
જૈન ઉપાશ્રય-લાડવાડે
ખંભાત સુશ્રાવક શ્રી જયંતભાઈ એમ. શાહ.
વિ. તમારા પૂજ્ય પિતાશ્રી શ્રી માવજીભાઈ બહુ સામાન્ય સ્થિતિમાંથી આપબળે–આત્મિકબળે આગળ વધ્યા, એટલે કે જાણે કાદવમાંથી કમળ બન્યા અને દુનિયાને આધ્યાત્મિક્તાની કેઈ અપૂર્વ સુગંધ અપી.
તેઓશ્રી આદર્શ શિક્ષક, સુજ્ઞ લેખક, સૂક્ષમતત્વચિંતક, પ્રતિભાસંપન્ન અને આદર્શ કવિત્વશક્તિવાળા પણ હતા.
લેકસમાજમાં શિક્ષકની જે ગણના છે, તેના કરતાં તેમણે જુદી જ છાપ પાડી. શિક્ષક એટલે સાચા વિદ્યાગુરુ, શુભમાર્ગદષ્ટા અને કલ્યાણમિત્ર. તેનું જવલંત દષ્ટાંત તેમણે પૂરું પાડયું છે.
તેમના હાથે અનેક જીના હૃદયમાં ધાર્મિક શિક્ષણ અને સંસ્કારનાં બીજ રોપાયેલાં છે કે જેથી તે જે ગમે ત્યાં હોય તેય તેમને સંભાર્યા વિના ભાગ્યે જ રહે.