________________
ડરાવા
૧૧૭
માવજીભાઈના અવસાનથી તમારા સમગ્ર કુટુંબ ઉપર આવી પડેલ આઘાતજનક વિયેાગનું દુઃખ સહન કરવાની શાસનદેવ શક્તિ આપે, તેમજ સર્વાંગતના આત્માને ચિર શાંતિ બક્ષે, એવી પ્રાર્થના છે.
લિ. સેવક. શાંતિલાલ એમ. શાહ માનદ મંત્રી
(૫)
શ્રો વીરતત્ત્વ પ્રકાશક મંડળ
સંસ્થાની કમિટીને શ્રી માવજીભાઈ દામજીભાઈના દુઃખદ અવસાનના સમાચારથી અત્યંત દુ:ખ થયું છે. સદ્દગત શ્રી આપબળે પેાતાની કુનેહ, હેાંશીયારીથી આગળ આવ્યા હતા અને બનારસની પંડિતની ઉપાધિ મેળવી હતી. વર્ષો સુધી તેઓ શ્રી બાબુ પનાલાલ જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક હતા અને તે સમય દરમિયાન અસંખ્ય વિદ્યાથી આમાં તેઓએ ધામિક સંસ્કારોનું સિડેંચન કર્યુ હતુ. શાસનદેવ સત્ આત્માને શાંતિ આપે.
મુંબઈ તા. ૧૮-૮-૬૫