________________
મુંબઈના જૈનોની જાહેર સભા
૧૦૩ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (શ્રી ચિત્રભાનુ)ને
ખાસ સંદેશ આજની સભામાં સુપ્રસિદ્ધ વક્તા અને તત્વચિંતક મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (શ્રી ચિત્રભાનુજી) મહારાજ અવશ્ય પધારવાના હતા, પણ છેક છેલ્લી ઘડીએ એવા સંગે ઉપસ્થિત થયા કે તેઓશ્રી પધારી શક્યા નહિ પરંતુ તેમણે ખાસ માણસ સાથે સંદેશે મેકલીને જણાવ્યું હતું કે શ્રી માવજીભાઈ જીવનશિલ્પી હતા. તેમણે શ્રી જયંતભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા સુસંસ્કારી સુપુત્રને સમાજ આગળ ધરીને એ પુરવાર કર્યું છે કે દીપકને પ્રકાશ માત્ર લેકેને જ નથી આપે, પણ પિતાના ઘરમાં પણ એ પ્રકાશને જીવંત રાખે છે. એમના ગુણાનુવાદ તે એમણે જેમના જીવનમાં સંસ્કાર રેગ્યા છે, તે બધાનાં જીવન જ કરતા રહેશે અને એમની સ્મૃતિની સુવાસ ફેલાવતાં રહેશે.
પ. પૂ. પ્રવર્તક શ્રી જાનંદવિજયજી મહારાજ
શ્રી માવજીભાઈ વિષે ઘણું બોલાયું છે, એટલે વિશેષ ન બોલતાં એટલું જ જણાવીશ કે તેમણે ધાર્મિક જ્ઞાન સંપાદન કરીને પિતાના આત્માને ઉજજવલ કર્યો અને બીજા એને પણ તેને પ્રકાશ આપ્યું. તેમનું આ કાર્ય નિતાન્ત અનુમોદનાને પાત્ર છે. પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
આજે દેશના વાતાવરણમાં હિંસાને પ્રચાર વધી રહ્યો છે. આપણે સરકાર એક યા બીજા પ્રકારે હિંસક ધંધાઓને