________________
૧૦૪
જીવનસ્મૃતિ
ઉત્તેજન આપી રહી છે, એ અતિ દુઃખદ બીના છે. આવા વિષમ વાતાવરણને કેમ સુધારવું? એ આજે એક ગહન પ્રશ્ન થઈ પડે છે. મને લાગે છે કે તે માટે ધરમૂળને ફેરફાર થે જોઈએ અને તેમાં શિક્ષક ઘણું કામ કરી શકે એમ છે. શ્રી માવજીભાઈને જ દાખલો જુઓ. તેમણે પોતાના જીવનમાં કેટલા વિદ્યાથીઓને ધાર્મિક સંસ્કારો આપ્યા અને સન્માર્ગે ચડાવ્યા? આજના શિક્ષકેએ તેમનું અનુકરણ કરવા જેવું છે.
પ પૂ આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ - ત્યારબાદ પ. પૂ. આ. શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજે ઉપસંહારાત્મક પ્રવચન કરતાં જણાવ્યું કે ગૃહસ્થજીવનની અનુમોદના ખાતર નહિ, પણ ગૃહસ્થજીવનમાં અંશતઃ પણ જે ધર્મસંસ્કારે છે, તેની અનુમોદનાના પ્રસંગમાં સાધુઓએ અવશ્ય ભાગ લેવે જોઈએ અને એ રીતે આજે અમે આ સભામાં ભાગ લઈ રહ્યા છીએ. શ્રી માવજીભાઈના ધાર્મિક જીવનની સુવાસ વર્ષોના વર્ષો સુધી હજારે મહાનુભાવના હૃદયમાં કાયમ વિદ્યમાન રહેશે. આજે ભલે તેઓ સ્કૂલ દેહ વિદ્યમાન નથી, પણ તેમણે આપેલા ધાર્મિક સંસ્કારોથી તે અમર જ છે. '
- આભારવિધિ ત્યારબાદ શ્રી છોટાલાલ ગીરધરલાલ શાહે આભારવિધિ કરી હતી. અને બરાબર પાંચ વાગતાં સભા વિસર્જન થઈ હતી. . .
આ વખતે સહુના મુખમાંથી એક જ ઉદ્ગાર નીકળતા