________________
સામયિક નોંધો
૧૦૭
જાય છે. એવા ગુરુશિષ્યાનું મિલન કલિયુગમાં સતયુગના દર્શન કરાવે છે.
સ્વ. શ્રી માવજી દામજી શાહ આવા એક ધ્યેયનિષ્ઠ આદર્શ અને શિષ્યવત્સલ શિક્ષક હતા. તેઓ ૭૩ વર્ષની સુખ-શાંતિ-સ્વસ્થતાભરી યશસ્વી જી ંદગીને અંતે મુંબઇમાં તા. ૯-૭-૬૫ને શુક્રવારના રોજ ધર્મભાવનાનું સ્મરણ કરતાં સ્વર્ગવાસી મનીને અમર ખની ગયા ! ફુલ વિલાઈ ગયું, એની ફેારમ સત્ર પ્રસરી રહી, યાદગાર બની ગઈ!
સતા, સતીએ અને શૂરાઓની ખમીરવંતી ભૂમિ સૌરાષ્ટ્ર એ શ્રી માવજીભાઈની જન્મભૂમિ, શ્રી-સરસ્વતીસંસ્કારિતાનું ધામ ભાવનગર એમનું વતન, માતાનું નામ પૂરી બહેન. વિ. સં. ૧૯૪૮માં ધનતેરશના શુભ દિવસે એમના જન્મ. કુટુંબની સ્થિતિ સામાન્ય હતી, પણ સંસ્કાર અને ધાર્મિ કતાની એને બક્ષીસ મળી હતી. માતાપિતાના તેઓ એકના એક પુત્ર હતા.
ગુજરાતી ચાર ચેાપડી પૂરી કરતાં તે માતા અને પિતા અને સદાને માટે વિદાય થયા ! માવજીભાઇને માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ.
પણ કયારેક કાદવ કમળને પ્રકટાવે છે અને કાંટામાં. ગુલાખ ઉગે છે, એમ અનિષ્ટમાંથી ઈષ્ટ જન્મે છે. શ્રી માવજીભાઈ હવે શું કરવું એની મુંઝવણમાં હતા. ઉંમર માંડ૯-૧૦ વર્ષ જેવી ઉછરતી અને અપકવ હર્તી અને એમને.