________________
૧૧૦
જીવનસ્મૃતિ
કર્તવ્યપરાયણ હતા. પિતાની વધારાની શક્તિઓને સાહિત્યઉપાસના અને સાહિત્ય-સર્જનને માર્ગે વાળીને શ્રી માવજી ભાઈએ પોતાના જીવનને વધુ સુરક્ષિત, વધુ સ્વસ્થ અને વધુ ચશસ્વી બનાવ્યું હતું. એ યશસ્વી જીવનની પ્રસાદી રૂપે તેઓ નાનાં-મેટાં ૭૫ જેટલાં પુસ્તકની સમાજને ભેટ આપતા ગયા. શ્રી માવજીભાઈનું આ અક્ષર કાર્ય આપણને એમની ચિરકાલ પર્યત યાદ આપતું રહેશે.
એક આદર્શ શિક્ષક અને અદના સાહિત્ય-સર્જક તરીકે શ્રી માવજીભાઈ પિતાના જીવનને ધન્ય અને કૃતપુણ્ય બનાવી ગયા. એમનું જીવન આપણું શિક્ષકોને પ્રેરણું આપતું રહે એમ પ્રાથીએ, અને એમના કુટુંબીજનેના દુઃખમાં આપણું હાદિક સહાનુભૂતિ અને સમવેદના પાઠવવાની સાથે એ આદર્શ, ધ્યેયનિષ્ઠ અને કર્તવ્યપરાયણ શિક્ષકરનના નિર્મળ આત્માને અંતઃકરણપૂર્વક અનેક પ્રણામ કરીએ!
મુંબઈથી પ્રકટ થતા “સેવાસમાજ' સાપ્તાહિક તા. ૧૭–૭-૬૫ના અંકમાં નીચે પ્રમાણે અગલેખ લખ્યું હતું
ધર્મનિષ્ટ શ્રી માવજીભાઈ સેવા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાથી સમાજના ઉત્તરેત્તર કલ્યાણ માટે ભેગ આપ, એ હકીકતે કાંટાળે માર્ગ છે, એવા માર્ગે વર્ષો થયાં ચાલી જૈન શાસનની ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવનાર સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહના