________________
સામાયિક નોંધ
૧૦૯
કુમારકાળ પૂરે થયે, યૌવનમાં હજી પ્રવેશ જ થયે અને શ્રી માવજીભાઈ સેળ વરસની સાવ ઉછરતી વયે, મુંબઈમાં બાબુ પનાલાલ પુરણચંદ જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાઈ ગયા.
શ્રી માવજીભાઈને આત્મા એક સારા શિક્ષકને આત્મા. હતે. નામનાની કામના, પ્રતિષ્ઠાને મેહ, પૈસા પ્રત્યેની આસક્તિ ન તે સતાવી શક્તાં હતાં કે ન તે શિક્ષક તરીકેના નીરસ, શ્રમસાધ્ય અને અલ્પ લાભકારક વ્યવસાયથી વિચલિત બનાવી શક્તાં હતાં. મુંબઈ જેવી મેહમયી નગરી અને વધુ કમાણીના કંઈક મેહક માગે, છતાં શ્રી માવજીભાઈ શિક્ષકપદને વફાદારીપૂર્વક વળગી રહ્યા. અરે, એમની આ વફાદારી તે એવી કે શિક્ષક તરીકે પણ બીજું કઈ સ્થાન ન શોધતાં આ એકજ સ્થાનમાં એમણે પૂરાં ૪૭ વરસ સુધી એકધારી નેકરી કરી ! એક શિક્ષકને આટલા લાંબા સમય સુધી કામ કરવાની કળાશ આપવા બદલ આ સંસ્થાના સંચાલકેની શિક્ષક પ્રત્યેની મમતા અને ઉદારતા પણ એટલી જ ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે. આ ઘટનાએ શિક્ષણના ક્ષેત્રમાં એક અનુકરણીય અને પ્રેરક ઈતિહાસ સર્જ્યો છે, એમ કહેવું જોઈએ.
સ્વસ્થતાપૂર્વક જીવવું એ શ્રી માવજીભાઈની પ્રકૃતિ હતી. બેટી દોડધામ અને અર્થહીન ઉધામા એમને ખપતા ન હતા. જે એમને દેખાવ સીધે, સાદો, અને શાંત હતે, એ જ એમને સ્વભાવ સરળ છાબેલ અને