________________
ઠરાવો
૧૧૫
(૨) શ્રી અમૃત જૈન સાહિત્યવર્ધક સભા સંવત ૨૦૨૧ ના અષાડ સુદિ ૧૩ ને રવિવારના રોજ શ્રી અમૃત જૈન સાહિત્યવર્ધક સભા તરફથી નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવે છે
શેઠ માવજીભાઈ દામજીભાઈ શાહ સં. ૨૦૨૧ના અષાડ સુદિ ૧૧ને શુકવારે બપોરના બે વાગે પોતાના નિવાસસ્થાને ૭૩ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા, તેથી આ સભા દિલગીરી દર્શાવે છે. તેઓ આ સભાના માનનીય ટ્રસ્ટી હતા, તેમજ દરેક કાર્યમાં રસપૂર્વક ભાગ લેતા હતા. તેમનાં ધર્મપત્ની તથા સુપુત્ર શ્રી જયંતકુમારે તેમની જે સેવાભક્તિ કરી છે, તેની આ સભા અનમેદના કરે છે. જયંતભાઈ તેમના પિતાશ્રીના પુણ્ય પગલે ચાલીને જૈન ધર્મનાં કાર્યો કરતા રહે, એમ આ સભા ઈચ્છે છે.
શ્રી માવજીભાઈને આત્માને પ્રભુ શાંતિ આપે, એ જ અભ્યર્થના.
બોરીવલી-દોલતનગર : તા. ૧૩–૭-૬૫
(૩). શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દહેરાસરની પેઢી સં. ૨૦૨૧ના અષાડ સુદિ ૧૩ને રવિવારના રોજ