________________
૧૧૨
જીવનસ્મૃતિ
પરમ સિદ્ધિ છે. સમાજસેવકે માટે એમનું જીવન આ જ રીતે ઉદાહરણરૂપ બને છે. એમના જીવનના ગુણે સર્વેએ જીવનમાં ઊતારવા જેવા છે.
સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહના દુઃખદ અવસાનથી જૈન સમાજને એક સાચા કર્મનિષ્ઠ સેવકની ખેટ પડી છે. એમના દુઃખદ અવસાન અંગે શેકની ઊંડી લાગણી પ્રદર્શિત કરીને તેમના કુટુંબીજનેને આ આઘાતજનક વિયેગ સહન કરવાની શાસનદેવ શક્તિ આપે અને સદ્ગતના આત્માને ચિર શાંતિ બક્ષે, એ જ અભ્યર્થના.
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ખાતેથી પ્રકટ થતા “આત્માનંદ પ્રકાશ” માસિકના જુલાઈ માસના અંકમાં તેના વિદ્વાન સંપાદકે લખ્યું હતું કે- શ્રી માવજી દામજી શાહ મુંબઈ ખાતે અષાડ સુદ ૧૧ ને શુક્રવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે, તે જાણી અમે ખૂબ દિલગીર થયા છીએ. સ્વર્ગસ્થ ખૂબ પ્રેમાળ અને મિલનસાર સ્વભાવના હતા. તેઓ વિદ્વાન, ચિંતક અને લેખક હતા તથા જૈન ધર્મના સારા અભ્યાસી હતા. તેમણે જૈન સમાજમાં ધાર્મિક સંસ્કાર સિંચવાના અંદગીભર પ્રયાસો કર્યા હતા. તેમના અવસાનથી જૈન સમાજને એકદમ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેઓ આ સભાના આજીવન સભ્ય હતા. પરમ કૃપાળુ શાસનદેવ તેમના આત્માને શાંતિ અપે, તેમ અમે પ્રાર્થના કરીએ છીએ.