________________
મુંબઈમાં જૈનેની જાહેર સભા
૧૦૫
હતા કે “ધન્ય માવજીભાઈ ! આજે તમારા જેવાની જૈન સમાજને ઘણી જરૂર છે.”
આ સભાની નેંધ મુંબઈના અગ્રગણ્ય દૈનિકપત્ર જેવા કે મુંબઈ સમાચાર, જન્મભૂમિ, જનશક્તિ વગેરેએ બહુ સારી રીતે લીધી હતી અને તેને સમાજ પર ઘણે પ્રભાવ પડયે હતે.
આ સભાનું દશ્ય આજે પણ અનેકના મન પર તરે છે અને અમારા મન પર તે તે વિશિષ્ટ રીતે તરે છે, કારણ કે તેની પ્રારંભિક જનાથી માંડીને પૂર્ણાહુતિ સુધીની સર્વ ભૂમિકાઓમાં અમારે અંતરાત્મા રેડાય હતે. અમે અહીં એટલું જણાવીએ કે શ્રી માવજીભાઈ પોતાના સાત્વિક અને સેવાપરાયણ જીવનથી અમારા મન પર કદી ન ભૂંસાય એવી શ્રેષ્ઠ છાપ પાડતા ગયા છે, તે તે અયુક્તિ નહિ જ લેખાય. આ ઉચ્ચ આત્મા ચિર શાંતિને અવશ્ય અધિકારી હોય છે, એવે અમારે દઢ વિશ્વાસ છે.