________________
૧૦૨
-
જીવનસ્મૃતિ
જીવનમાં સમ્યગ દર્શન, સમ્યગ્ર જ્ઞાન તથા સમ્યક્ ચારિત્રની જે ઉપાસના કરી તેની આપણે બહુમાનપૂર્વક નેધ લઈએ છીએ. ગુણીજનેના ગુણેની નેંધ લેવી, એ આપણું પરમ કર્તવ્ય છે.
ઠરાવમાં આગળ એમ કહ્યું છે કે તેમના જવાથી જૈન સંઘને એક આદર્શ ધાર્મિક શિક્ષક તથા વિનમ્ર સેવકની ખોટ પડી છે. તે અંગે વધારે વિવેચન કરવાની જરૂર હોય એમ હું માનતો નથી. મારા મિત્ર શ્રી મનસુખલાલભાઈએ તેમના શિક્ષકજીવન પર ખૂબ જ પ્રકાશ પાડે છે અને તેમની વિનમ્ર સેવાનાં અનેક ઉદાહરણે અહીં રજૂ થઈ ચૂક્યાં છે.
ઠરાવના બીજા ભાગમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવનની સાર્થકતા ધર્મના આરાધનમાં રહેલી છે અને આપત્તિના પ્રસંગે તે જ શરણભૂત થાય છે, તેથી આ સભા તેમના કુટુંબીજનેને, તેમજ અન્ય સહને ધર્મનું વિશેષ આરાધન કરવાને અનુરોધ કરે છે. - ઠરાવના આ ભાગમાં આપણું શાસ્ત્રોને આદેશ ઝીલાયેલે છે અને આપણું પૂજ્ય ગુરુદેવેના ઉપદેશનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે, એટલે તમે બધા આ ઠરાવને વધાવી લેશે, એટલું જ નહિ પણ ત્રણ નવકાર ગણીને તેને પસાર કર્યાની સંમતિ આપશે.
આ પ્રસંગે આખી સભાએ ત્રણ નવકાર ગણ્યા હતા અને આ ઠરાવ સર્વાનુમતીએ પસાર થયે હતે.