________________
૧૦૦
જીવનસૃતિ
મળેલી જેનાની આ જાહેરસભા સ્વસ્થ શ્રી માવજી દામજી શાહની અનન્ય ધશ્રદ્ધા, જવલંત જ્ઞાનનિષ્ઠા અને સાત્ત્વિક સાદા જીવનની બહુમાન પૂર્વક નોંધ લે છે અને તેમના જવાથી જૈનસંઘને એક આદશ ધાર્મિક શિક્ષક તથા વિનમ્ર સેવકની ખોટ પડી છે, એમ માને છે. જીવનની સાર્થકતા ધના આરાધનમાં રહેલી છે અને આપત્તિના પ્રસંગે તે જ ારણભૂત થાય છે, તેથી આ સભા તેમના કુટુબીજનાને, તેમજ અન્ય સહુને ધનુ વિશેષ આરાધન કરવાના અનુરોધ કરે છે.
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
ત્યાર બાદ આ સભાના કન્વીનર પં. શ્રી ધીરજલાલ ટોકરશી શાહે જણાવ્યું હતું કે શ્રી માવજીભાઈના જીવન અંગે ઘણું કહેવાયું છે, એટલે તે અંગે વિશેષ ન કહેતાં આ ઠરાવના સમર્થનમાં મારે જે વક્તવ્ય કરવાનુ છે, તે જ આપની સમક્ષ રજૂ કરીશ.
આ ઠરાવમાં એમ કહેવામાં આવ્યું છે કે આ સભા સ્વર્ગસ્થ શ્રી માવજી દામજી શાહની અનન્ય ધર્મ શ્રદ્ધા, જ્વલંત જ્ઞાનનિષ્ઠા અને સાત્ત્વિક સાદા જીવનની અહુમાનપૂર્વક નોંધ લે છે, તેના અર્થ એ છે કે શ્રી માવજીભાઈ મામાના પરમ ઉપાયરૂપ સમ્યક્ દન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના પ્રકાશ સારી રીતે પામ્યા હતા. જો તેમને જિનેશ્વર દેવના શાસન પ્રત્યે :ઉત્કટ રાગ