________________
વિશેષ વિદ્યાભ્યાસ
૨૩
કરે છે. સમાજના દુર્ભાગ્યે આ પાઠશાળા લાંબી ન ચાલી, પરંતુ આજે પણ તેની બોટ સાલે છે.
શ્રી માવજીભાઈને અનેકવિધ મુશ્કેલીઓમાં આવી એક સુંદર પાઠશાળામાં અભ્યાસ કરવાને મળે, તેને જીવનની એક સેનેરી તક જ લેખવી જોઈએ. ત્યાં રહીને તેમણે વ્યાકરણ, કાવ્ય, તર્ક અને ન્યાયને અભ્યાસ કર્યો તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન મેળવી લીધું, જે આગળ જતાં તેમના જીવનમાં ઘણું જ ઉપકારક નીવડયું.
શ્રી માવજીભાઈ કાશીમાં વિદ્યાભ્યાસ કરતા હતા, ત્યારે તારથી ખબર આવી કે “મણિબહેન બહુ માંદાં છે. મળવા આવે.” જે તાર કરવાનું સામાન્ય થઈ પડ્યું છે, પણ એ વખતે અસાધારણ પ્રસંગ હોય તે જ તાર કરવામાં આવતે, એટલે શ્રી માવજીભાઈના મન પર તેની ખૂબજ માઠી અસર થાય, એ દેખીતું છે. તેઓ ચિંતાતુર હાલતમાં પહેલી ટ્રેઈને પાલીતાણા જવા નીકળ્યા.
રસ્તામાં માનવજીવનની ક્ષણભંગુરતા અંગે અનેક વિચારે આવ્યા અને હજી થોડા વખત પહેલાં જ કંઠસ્થ કરેલી નિમ્ન પંક્તિઓ તેમના સ્મરણપટ પર તરવા લાગી
अनित्यमारोग्यमनित्ययौवनं, विभूतयो जीवितमप्यनित्यम् ।
આરેગ્ય અનિત્ય છે, યૌવન પણ અનિય છે તથા જીવિત પણ અનિત્ય છે?