________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
૯૧
સરસ અભ્યાસ કર્યાં, અને માત્ર અઢાર વરસની બાલ્યવયેજ ધર્મમય જીવન જીવવાના દૃઢ નિશ્ચય કરી તે માપ્યુ. પન્નાલાલ જૈન હાઇસ્કૂલમાં ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા. તેમણે સ્વીકારેલા માર્ગ તપશ્ચર્યાના હતા. ગમે તેવા ઉદ્દેશથી માણસ જો સહન કરે, ત્યાગ કરે,તા એવા ત્યાગ કે સહન કરવાને આપણે સાત્ત્વિક તપ કહેતા નથી. જેમ કા શુદ્ધ હાવુ જોઇએ, તેમ એવા કાય પાછળના `શ પણુ સાત્ત્વિક હાવા જોઈ એ. શ્રી માવજીભાઈ ગૃહસ્થ હતા, અને ગૃહસ્થાશ્રમમાં ભરણપાષણ અર્થે અર્થની પણ જરૂર પડે જ. પરંતુ એમણે જરૂરી ધન પ્રાપ્ત કરવાનું શુદ્ધ સાધન તેમ જ તેમણે પ્રાપ્ત કરેલાં જ્ઞાનનું દાન કરવાનુ સરસ ક્ષેત્ર શેાધી કાઢ્યું. અને ગૌરવપૂર્વક જીવ્યા. જીવનમાં અન્ય કઈ વ્યવસાય ન સ્વીકારતાં હજારા વિદ્યાથી એના જીવનમાં તેમણે ધર્મનાં બીજ વાવ્યાં. આ વિદ્યાથી ઓ પૈકી ઘણા આજે મહાન બની ગયા છે, અને તેઓ બધા જ શ્રી માવજીભાઈના ઋણને સ્વીકાર કરીને કહે છે કે, અમારા જીવનમાં ધખીજનું આરેાપણુ સદ્ગત શ્રી માવજીભાઈ એ કયુ` છે. અને તેથી જ અમે આ દરજ્જે પહોંચી શકયા છીએ.
.
ધાર્મિક અભ્યાસ કરાવવાની, તેમજ આપણા ધર્માંસૂત્ર શીખવવાની તેમની પાસે અદ્ભૂત કળા હતી, અને એ કળા આજના અન્ય શિક્ષકોએ પણ સમજી લેવા જેવી છે. આપણા ધાર્મિક સૂત્રેાને શ્રી માવજીભાઇ માત્ર સૂત્રરૂપે ન માનતાં પવિત્ર મંત્રા તરીકે સમજતા. અને મત્રમાં જેમ એક પણ અક્ષરને અશુદ્ધ ઉચ્ચાર થતાં અથના અનથ થઈ જાય, તેમ