________________
મુંબઈમાં જૈનેની જાહેર સભા
૯૭
પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ માવજીભાઈના મૃત્યુ અંગેના આશ્વાસનપત્રમાં તેમના પુત્ર શ્રી જ્યન્તભાઈને સાચું જ લખ્યું છે કે શ્રી માવજીભાઈના સ્કૂલ દેહને તે જે કે નાશ થયે, પણ હજારે વિદ્યાથીએ જેમને તેમણે ધાર્મિક સંસ્કાર આપ્યા છે, તેમના હૃદયમાં તે માવજીભાઈ જીવન્ત રૂપે જ રહેશે. માનવદેહ આપણને આપણા આત્માના વિકાસ અર્થે મળે છે, પણ જેમને આત્મા વિશેષ ઉન્નત થયે હેય તેમના વિકાસને પછી દેહમાં પૂરતે અવકાશ નથી મળતું. શ્રી માવજીભાઈને દેહાન્ત સંપૂર્ણ સમાધિ અવસ્થામાં થયે અને તેમને આત્મા તેને નાનકડા દેહમાંથી ભલે ચાલી ગયે, પણ વસ્તુતઃ તે તેણે સમાજના વ્યાપક દેહમાં પ્રવેશ કર્યો છે. મૃત્યુ પણ જીવન્ત હેઈ શકે અને જીવન પણ મરેલું હોઈ શકે છે. જીવન્ત મૃત્યુનું ભાગ્ય માત્ર વિરલ વ્યક્તિઓના ફાળે જાય છે, અને શ્રી માવજીભાઈનું પણ આવું ધન્ય મૃત્યુ થયેલ છે. જેણે જીવનમાં સદૈવ કલ્યાણ કર્યું છે, તેવા છે માટે હંમેશાં સદ્ગતિ જ હોય છે. અંતમાં શ્રી માવજીભાઈના આત્માને ચિર શાંતિ મળે અને તેમના કુટુંબીજનોને તેમના વિયેગનું દુઃખ સહન કરવાની શાસનદેવ શક્તિ આપે એમ પ્રાર્થના કરી બેસી જવાની રજા લઉં છું.
શ્રી મનુભાઈ દેસાઈ હું બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલ તરફથી સદૂગત શ્રી માવજીભાઈને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા ઊભે થયે છું. તેઓશ્રી અમારી શાળાના એક આદર્શ શિક્ષક