________________
જીવનમૃતિ તેઓ પ્રસન્ન જ હોય, વિષાદનું તે નામ જ નહિ. એમનું જીવન ઘડીયાળના કાંટા જેવું નિયમિત હતું. સવારથી રાત સુધી કામમાં રચ્યાપચ્યા રહેવા છતાં કેઈ દિવસ કંટાળાનું નામ નહિ સંયમ એમના માટે બેજા રૂપ નહિ, પણ આનંદ રૂપ હતો. એક માણસ ગણિતમાં પારંગત થયા પછી તેને બે ને બે ચાર થતાં ત્રણ થવા જોઈએ એમ જેમ કદી લાગતું નથી, તેમ આવા સંયમી માણસને સંયમ કદી બેજા રૂપ લાગતું નથી. જે સંયમી નથી, તેને સંયમ એ બે છે, તેવો ખ્યાલ રહ્યા કરે છે. મુસાફર માટે ટીફીન બેક્ષ જેમ ભાર રૂપ નથી લાગતું, તેમ સાધક માટે સંયમ બેજા રૂપ ન રહેતાં આનંદ રૂપ બની જાય છે. શ્રી માવજીભાઈના જીવનમાં આપણે આ વાત સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
લગભગ પાંસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા બાદ નિષ્ક્રિય ન બનતાં તેમણે તેમનું જીવન કાર્યશીલ રાખ્યું હતું. જીવનવ્યવહારને બજે તે તેમના બે સુપુત્રએ સરસ રીતે સંભાળી લીધું હતું, પણ તેમ છતાં પ્રવૃત્તિશીલ રહેવાય તે અર્થે તેઓ નિયમિત રીતે તેમની સ્ટેનલેસ સ્ટીલના વાસણની દુકાને આવતા. તેમના પુત્ર, પુત્રીઓ તેમજ પનીએ તેમની છેલ્લી માંદગીમાં તન-મન-ધનપૂર્વક અત્યંત સારવાર કરી, પણ આ બીમારી અંતે જીવલેણ નીવડી અને તા. ૯-૭-૬૫ શુકવારના દિવસે ૭૩ વર્ષની ઉંમરે તેમને જીવનદીપ બુઝાય.
પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ માવજીભાઈને