________________
૯૫
મુંબઈમાં જૈનોની જાહેર સભા
“જીવનમાં માનવી સફળતા મેળવવા ઝંખે છે. પણ જીવનમાં સફળતાની ચાવી કઈ?' એવો પ્રશ્ન જ્યારે એક વિદ્યાથી તરફથી વિશ્વ વિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી આઈનસ્ટાઈનને પૂછવામાં આવ્યું, ત્યારે બીજગણિતની પરિભાષામાં જવાબ આપતાં તેણે કહ્યું કે “જીવનની સફળતા એટલે કામ, વત્તા આનંદ, વત્તા મૌન.” શ્રી માવજીભાઈની સફળતાનું રહસ્ય આપણને આ જવાબમાંથી મળી રહે છે. જીવનની સફળતા માટે સતત કર્મની જરૂર રહે છે, અને સતત કર્મ કરતાં છતાં એ કર્મ તેને ઠરૂપ ન લાગવું જોઈએ, પણ એ કર્મ દ્વારા જ તેને જીવવાને આનંદ મળવો જોઈએ. લગભગ પચાસ વર્ષના એકધારા ધાર્મિક શિક્ષણના વ્યવસાય દ્વારા શ્રી માવજીભાઈએ જીવનમાં સતત આનંદને અનુભવ કર્યો, તે કાર્ય તેમને વેઠ રૂપે લાગ્યું હોત તે તેને છેડી દીધું હોત. ધાર્મિક શિક્ષણની સંસ્થાઓ સારા શિક્ષકો મળતા નથી એવી ફરિયાદ કરે છે, પણ આવી સંસ્થાઓએ શિક્ષણના કાર્યમાં જેને રસ હોય, જેને આનંદ આવતે હેય, તેવા જ શિક્ષકે શેધવા જોઈએ. મૌનને અર્થ વાણીને અભાવ નહિ પણ વાણીને સંયમ એ થાય છે. મૌનનું આવું રહસ્ય શ્રી માવજીભાઈ સમજતા, એટલું જ નહિ પણ તેમણે એ આચાર દ્વારા સિદ્ધ પણ કરી બતાવ્યું.
તેમનું જીવન સંયમી હતું અને જીવનમાં તેમણે ભાગ્યે જ માંદગી ભેગવી છે. વાચન અને લેખન સિવાય જીવનમાં તેમને કઈ વ્યસન ન હતું. જ્યારે જુઓ ત્યારે