________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
કરવા માટે શ્રી માવજીભાઈએ પ્રસન્નચંદ્ર રાજષિની વાત. કહી સંભળાવી અને કહ્યું કે બાહ્ય દષ્ટિએ રાજપાટને ત્યાગ કરી પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં લીન હેવા છતાં મનથી જ્યારે અશુભ પ્રવૃત્તિ થઈ ત્યારે એવા વખતે જે દેહાન્ત થાય તે નરકગતિ પ્રાપ્ત થાય એવા સંજોગો ઊભા થયા. વચન અને કાયાથી ઉત્પન્ન થતાં દોષનું બીજ તે મનમાં જ રહેલું હોય છે, એટલે જ શાસ્ત્રકારેએ વચન અને કાયા કરતાં મનને અગ્રસ્થાન આપ્યું છે. આથી જ કહેવાય છે કે મન 'एव मनुष्याणां कारणं, बन्धमोक्षयोः।' -
તેમનું જીવન અતિ સાદું અને નિર્મળ હતું, અને તેમની અંગત જરૂરિયાતો પણ ઘણી ઓછી હતી. પહેરવેશમાં ટાપટીપનું નામ નહિ. વરસો સુધી તેમને પહેરવેશ એક જ પ્રકારને રહ્યો. કેઈને બેજા રૂપ થવાનું તેમના સ્વભાવમાં જ નહિ, પરંતુ અન્યને મદદ રૂપ થવું અને બને તેટલે બીજાને. ભાર એ છે કરવાની હરહંમેશ તૈયારી. હંમેશા સવારના ઉઠી સૌ પ્રથમ એકસો આઠ નવકાર મંત્ર ગણે, અને પ્રાતઃ કાળે ઉઠતાં જ દિવસના કાર્યક્રમનું ટાઈમ ટેબલ ઘડી કાઢે. એમના ટાઈમટેબલમાં કદી ફેરફાર થાય જ નહિ, પછી. ભલેને ગમે તેટલે વરસાદ હોય અગર ગમે તેવું જરૂરી કામ વચમાં આવી પડે. પિોતાની જાત માટે તેઓ ભાગ્યે જ કાંઈ ખર્ચ કરે, પણ ઘરના માણસો માટે જરૂર પડે ત્યારે ગમે તે ખર્ચ કરતાં તે જરા પણ અચકાય નહિ. અભ્રકભસ્મ અને વસંતમાલતી જેવી કિમતી દવાઓને ઉપયે.