________________
મુંબઈમાં જેનોની જાહેર સભા
પંક્તિઓ શ્રોતાઓના મનમાં ગુંજી રહી અને તેમનાં હૃદયને વિકસ્વર કરવા લાગી. બાદ શ્રી કેશવલાલભાઈએ તેમની લાક્ષણિક છટાથી મહામંત્ર નમસ્કારની ધૂન લેવડાવી અને તેણે સમસ્ત વાતાવરણમાં પવિત્રતાનું પૂર રેલાવી દીધું.
ત્યારબાદ ધાર્મિક શિક્ષણના અનન્ય પ્રેમી, શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ શ્રી માવજીભાઈને ભાવભરી શ્રદ્ધાંજલિ આ પ્રકારે સમર્પિત કરી હતી :–
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા તમે સૌ જાણે છે કે આજની આ સભા સદ્દગત શ્રી માવજી દામજી શાહ, જેમણે પિતાનું સમગ્ર જીવન સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે અર્પણ કર્યું છે, તેમના ધાર્મિક જીવનની અનમેદના અર્થે મળેલી છે
છેલ્લાં વીસ વર્ષથી મારે અને તેમને સંબંધ ગુરુ અને શિષ્યના જે રહ્યું હતું. અને મારી બે પુત્રીઓ નિયમિત રીતે પાંચ-છ વર્ષો સુધી તેમની પાસે આપણા ધાર્મિક સૂત્રો અને અન્ય ગ્રંથને અભ્યાસ કરતાં. “ધર્મ એ માત્ર લેખન કે વાચનને વિષય નથી, પણ જીવનને વિષય છે.” અને મેં જોયું કે માવજીભાઈએ ધર્મને તેમના જીવનમાં વચ્ચે હ; અથવા કહે કે જીવનને તેમણે ધર્મ સાથે ઓતપ્રત કરી દીધું હતું. ધર્મ અને જીવન વચ્ચે તેમણે કઈ દિવાલ રહેવા દીધી ન હતી. અને ધર્મ એ જ જીવન છે,