________________
જીવનમૃતિ અને જીવન એ જ ધર્મ છે, એવી સમજપૂર્વક તેઓ તેમનું સમગ્ર જીવન જીવ્યા હતા. “જીવનને અર્થ અને મર્મ જે સાચા સ્વરૂપમાં સમજે છે, તે માત્ર લેખક, વાચક કે વિચારક રહેતું નથી, પણ ધર્મમય જીવન જીવનાર સાધક બની જાય છે. શ્રી માવજી દામજી શાહ પણ આવા એક ધ્યેયનિષ્ઠ સાધક હતા.
શ્રી માવજીભાઈ એમનું સમગ્ર જીવન એક “આદર્શ ધાર્મિક શિક્ષક” તરીકે જીવ્યા. વર્તમાનકાળ તેમજ ભવિષ્યકાળના ધાર્મિક શિક્ષકો માટે તેમનું જીવન એક દીવાદાંડી રૂપ બની રહેશે. જે ઉંમરે બાળકે શેરીમાં લપેટીએથી રમતાં હોય છે, એ ઉંમરે એટલે કે તેમની દશ વર્ષની ઉંમરે તેમના પર મહેસાણાની પાઠશાળાવાળા સદ્ગત શ્રી વેણચંદ સુરચંદની દૃષ્ટિ પડી. સાચા ઝવેરીને હીરાની પરીક્ષા કરતાં વાર લાગતી નથી, તેમ માવજીભાઈમાં રહેલાં દેવત્વને સમજતાં શ્રી વેણચંદભાઈને વાર ન લાગી. અને તેમની દેરવણી નીચે જ આજથી સાઠ વર્ષ પહેલાં તેઓ બનારસ જેટલે દૂર પહોંચી સદ્દગત આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી સ્થાપિત શ્રી યશવિજ્યજી જૈન પાઠશાળામાં અભ્યાસ અર્થે દાખલ થયા. આ પાઠશાળાએ જૈન સમાજને કેટલીયે તેજસ્વી અને પ્રતાપી વ્યક્તિઓ આપી છે. શ્રી માવજીભાઈ પણ તેઓમાંના એક હતા.
બનારસ પાઠશાળામાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અભ્યાસ સાથે તેમણે વ્યાકરણ, કાવ્ય અને ન્યાય વિભાગને