________________
૯૨
જીવનસૃતિ
ધામિક સૂત્રોમાં હ્રસ્વ કે દીની ભૂલથી પણ તેમને ભારે આઘાત થતા. મેં આપણા ધાર્મિક સૂત્રોના અભ્યાસની શરૂઆત તેમની પાસે કરી. હું સૂત્ર કડકડાટ ખેલી જ એટલે તેઓ તે સૂત્ર મારી પાસે લખાવતા, અને લખાણમાં એક એક સૂત્રમાં હું અનેક ભૂલેા કરી દેતા. આવે વખતે તેઓ નારાજ ન થતા, અને હું નિરાશ થાઉં એ રીતે મને ઠપકા ન આપતાં મધુર ભાષામાં કહેતા કે પ્રથમ પ્રયત્ને આટલી જ ભૂલા થવા પામી છે, એટલે પાંચ-દશ વખતના પ્રયત્નના અંતે હું તે સૂત્ર શુદ્ધ રીતે લખતા થઈ જઈશ.
શ્વેતામ્બર એજ્યુકેશન એની એક પરીક્ષા અર્થે શ્રીમદ્ આનંદઘનજીવિરચિત ભગવાન કુંથુનાથના સ્તવનના અર્થાં હું તેમની પાસે શીખતેા હતેા. એ સ્તવનની એક કડીમાં આવે છે કે: ‘ બીજી વાતે સમરથ છે નર, એહુને કોઇન જેલે.’ અહુિં એડ' શબ્દ મનને બદલે વપરાય છે, અર્થાત્ મનને જીતવા સિવાયની બીજી ખાખતામાં પુરુષ શક્તિવાન છે, પણ મનને કોઈ પુરુષ જીતી શકતા નથી, એટલે કે માનવી મનની ગતિ રોકવા અશક્ત છે. મન સંબંધમાં એ ચંચળ અને વાયુ જેવું છે. એવા ઉલ્લેખ પણ ધર્મશાસ્ત્રામાં આવે છે. તેથી મને શંકા થઈ કે આપણા સૂત્રમાં कायेणं वायात् मणेणं उडेवाने महले मणेणं वायाए कायेणं, શા માટે કહ્યું હશે ? મન તા વિચિત્ર છે જ, છતાં વચન અને કાયાના દોષ કરતાં મનના દોષને પ્રથમ સ્થાન આપી શા માટે મહત્ત્વ આપ્યું ? મારી શકાંનું સમાધાન