________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
८७
બપોરના ૩-૦ વાગતાં શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં જૈનેની જાહેર સભા થઈ. તેમાં શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી કેશવલાલ બુલાખીદાસ, શ્રી લક્ષમીચંદ દુર્લભજી, શ્રી મેતીલાલ વીરચંદ, શ્રી મુક્તિલાલ વીરવાડિયા, શ્રી મનુભાઈ દેસાઈ (બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના પ્રીન્સીપાલ), શ્રી સેમચંદ શંકરલાલ મહેતા, શ્રી શાંતિલાલ મેહનલાલ, શ્રી મનસુખલાલ ઓઘડભાઈ શ્રી ફુલચંદ છગનલાલ, શ્રી રમણલાલ ફુલચંદ, શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી ફતેહચંદ ઝવેરભાઈ શ્રી પ્રાણજીવન હ. ગાંધી, શ્રી છોટાલાલ ગીરધરલાલ શાહ, શ્રી જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ, શ્રી કાંતિલાલ કેરા વગેરે જૈન સમાજની અનેક જાણીતી વ્યક્તિઓ હાજર થઈ હતી. ઉપરાંત કેટલાક જનેતર બંધુઓ પણ ઉપસ્થિત થયા હતા. આ ઉપાશ્રય સ્ત્રી-પુરુષાથી ચિકાર ભરાઈ ગયે હતું અને છેવટે સ્થાન ટૂંકુ પડતાં આગંતુકોએ દાદર પર ઊભા રહીને પણ સભાની કાર્યવાહીમાં શાંતિપૂર્વક ભાગ લીધો હતો. ખાસ આમંત્રણથી શ્રી માવજીભાઈનાં કેટલાંક કુટુંબીજને પણ આ સભામાં હાજર રહ્યા હતા.
વિશેષમાં આ સભાનું પ્રયોજન શ્રી માવજીભાઈના ધાર્મિક જીવનની અનમેદના કરવાનું રખાયું હતું એટલે પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ, પ. પૂ. પ્રવર્તક શ્રી જયાનંદ વિજ્યજી મહારાજ તથા અન્ય મુનિરાજે પણ