________________
[૧૦] પિતૃભક્તિને પુણ્ય પ્રકાશ
ભારતીય નીતિકારેએ કહ્યું છે કે – वरमेको गुणि पुत्रो, न च मूर्खशतान्यपि । एकचन्द्रस्तमो हन्ति, न च तारा शतान्यपि ॥
એક ગુણ પુત્ર હોય તે સારે, પણ મૂર્ણ પુત્રો હોય તે સારા નહિ. ચન્દ્ર એક જ હોય છે, પણ અંધકારને નાશ કરે છે, જ્યારે સેંકડો તારાઓ સાથે મળીને પણ અંધકારને નાશ કરી શક્તા નથી.”
કુલને અજવાળે, પિતાનું નામ રોશન કરે, તેને કુલદિપક કહેવાય છે. તેવા પુત્રથી માતા-પિતાને ઘણું જ આનંદ થાય છે અને એક પ્રકારનું આશ્વાસન મળે છે. શ્રી જયંતભાઈ કુલદીપક નીવડ્યા, તેથી શ્રી માવજીભાઈ તથા અમૃત બહેનને ઘણું જ આનંદ થયે અને પિતાના ગૃહસ્થજીવનને સાર્થક માન્યું. આવા પનેતા પુત્ર માટે અહીં બે શબ્દો લખીએ તે અનુચિત નહિ જ લેખાય.