________________
૮૦
જીવનસ્મૃતિ મેટો જનસમૂહ એકત્ર થઈ ચૂક્યું હતું. સેનાપુર પહોંચ્યા અને અંતિમ ક્રિયા શરૂ થઈ ગઈ. એ વખતે સહુના મુખમાં થી એક જ શબ્દ નીકળતા હતાઃ “શ્રી માવજીભાઈ તે જીવનને સાર્થક કરી ગયા, કંઈકના જીવનશિલ્પી બની ગયા. તેમની ખેટ તેમના કુટુંબને, સગાસંબંધીઓને કે મિત્રને જ નહિ, પણ સારાયે જૈન સમાજને ચિરકાલ પર્યત સાલશે. ઉપરાંત સાધુ-સાધ્વીઓને પણ તેમના જ્ઞાનની ખેટ જણાશે.
મનુષ્યનું સાચું મૂલ્યાંકન તેના મૃત્યુ પછી જ થાય છે. ઉક્ત શબ્દોમાં શ્રી માવજીભાઈને જીવનનું સાચું મૂલ્યાંકન હતું, એમ કેણુ નહિ કહે?
શ્રી માવજીભાઈના સ્વર્ગવાસ નિમિત્તે, તેમના ધાર્મિક ગુણેની અનુમોદન નિમિત્તે જે સભાઓ થઈ જે ભાષણો થયાં તથા તેમના કુટુંબીજને પર તાર અને પત્રથી દિલજીને. જે વરસાદ વરસ્ય, એ પણ તેમના જીવનની મધુર સુવાસની જ પ્રતીતિ કરાવે છે. તેમના કુટુંબીજનેને આશ્વાસન આપવા માટે કેટલાક દિવસો સુધી એકધારે માનવપ્રવાહ આવી રહ્યો હતે. ખરેખર! તેમણે પિતાનું જીવન સાર્થક કર્યું હતું અને કદી પણ ન વિસરાય તેવી છાપ સહુના હૃદય પર અંક્તિ કરી હતી.
શ્રી માવજીભાઈની આ જીવનમૃતિ સહુને સન્માર્ગની પ્રેરણ કરે, એ અભિલાષા સાથે તેની પૂર્ણાહુતિ કરીએ છીએ.