________________
અંતિમ દિવસે
૯
યંતભાઈ, શ્રી વિમલાબહેન તથા શ્રી હંસાબહેન તેમને નમસ્કારમંત્ર સંભળાવવા લાગ્યા. તે સાથે તેમને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શરણ અંગીકાર કરાવ્યું. શ્રી માવજીભાઈએ આંખ ખુલી હતી તે બંધ કરી ખેલી નાખી અને મેટું ખુલ્યું હતું તે બંધ કરી ખેલી નાખ્યું. બસ, આ છેલ્લી કિયા બે ઉપર બે મીનીટે થઈ અને તેમણે આ નશ્વર દેહને ત્યાગ કરી પરલેક તરફ પ્રયાણ કર્યું.
સૌના હૃદય પર જાણે વીજળી પડી. આંચકે અસહ્ય હતે. એ દુઃખને વર્ણવવા માટે શબ્દો પૂરતા નથી. સૌની આંખમાંથી ધારા આંસુઓ વહી રહ્યા હતા. જાણે કે અષાઢ મેહ! હવે તેમનાં દર્શન કાયમ માટે નષ્ટ થયાં છે, તેમના હિતવચને સાંભળવા મળશે નહિ, એ વિચારે સહુના હદયને ઊંડે આઘાત થયે હતે. મનુષ્ય ગમે તેટલે ધીરગંભીર હોય તે પણ પિતાના વડીલના વિયોગથી વિહવળ બની જાય છે અને તેનું હૈયું હચમચી ઉઠે છે.
આ વખતે શ્રી અમૃતબહેન, શ્રી યંતભાઈ શ્રી હંસાબેન વિમળાબેન તથા તેમનાં બાળકો હાજર હતાં. તેઓ છેલ્લી ઘડીએ પાસે રહી શક્યાં, અને અંત સમયની આરાધના કરાવી શક્યાં, એ બાબત દિલમાં સંતોષ હતે.
સગાંવહાલાં તથા મિત્રોને ખબર પડતાં તેઓ દોડી આવ્યાં અને એકાએક આ શું થયું? એ વિચારે અસ્વસ્થ બની ગયા. સહુના દિલમાં ઘેરા શોકની છાયા ઢળી ગઈ.
તેમની સ્મશાનયાત્રા સેનાપુર તરફ ચાલી. એ વખતે