________________
જીવનમૃતિ બાબુ પન્નાલાલ પૂરણચદ જૈન હાઈસ્કૂલમાં મુખ્ય ધાર્મિક શિક્ષક તરીકે જોડાયા. લાગલગાટ ૪૭ વર્ષ સુધી તેમણે આ સ્થાને રહીને હજારે વિદ્યાથીઓનાં મનમાં ધાર્મિક શિક્ષણના ઉત્તમ સંસ્કારે રેડ્યા, એટલું જ નહિ પણ પિતૃવાત્સલ્યથી માર્ગદર્શન આપી સેંકડો નવયુવાનોના રાહબર પણ બન્યા. તેઓ એક ઉત્તમ કેટિના વિચારક પણ હતા અને ફાજલ સમયમાં ધાર્મિક બેધદાયક પુસ્તક લખતા હતા. તેમણે આજ સુધીમાં નાની મેટી ૭૬ જેટલી કૃતિઓ સમાજના ચરણે ધરી છે. વિશેષમાં તેઓ જૈન સમાજના ઉત્થાનની પ્રવૃત્તિઓમાં પણ સારે રસ લેતા હતા.
તેઓ તા. ૯-૭-૬૫ શુક્રવારના રોજ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થતાં હજારે આ અશ્રુભીની બની છે અને તેમના કુટુંબ પર દિલજીના સેંકડે પગે આવી રહ્યા છે.
આવા એક જ્ઞાનદાતા, સરલ સ્વભાવી, ધર્મપરાયણ પુરુષને ધાર્મિક જીવનની અનુમોદના કરવા માટે મુંબઈના જૈનેની જાહેર સભા તા. ૧૮-૭-૬૫ રવિવારના રોજ બપોરના ૩-૦ વાગતાં શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં (ભીંડી બજારના નાકે) મળશે. આ પ્રસંગે પ. પૂ. આચાર્ય શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્ય શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ, પ. પૂ. મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (શ્રી ચિત્રભાનું) મહારાજ, પ. પૂ. પ્રવર્તક શ્રી જયાનંદવિજ્યજી