________________
અંતિમ દિવસ
99 ઘણી વખત એક સ્થળે તેમને કેસ ચાલતો હોય તે અધૂરે રાખી અર્ધા કલાક કે કલાકના સમયની રજા લઈ ઘરે આવી પાછા કેસમાં જતા. આમ પિતૃસેવાને પ્રથમ સ્થાન આપી. તેમણે પિતાની પવિત્ર ફરજ અદા કરી હતી.
શ્રી યંતભાઈએ પિતાની સ્થિતિ અનુસાર ઘણું નિષ્ણાત ડોકટરની સલાહ લઈને થઈ શકે તે સઘળો. પ્રયત્ન કર્યો હતો, પણ કુદરતને નિર્ણય કંઈક જુદો જ હતો.
કઈક વાર કામને લીધે આવવામાં પાંચ-દશ મિનિટ મોડું થતું તે શ્રી માવજીભાઈ જરા પણ ઉચાટ ન કરતા, પરંતુ યંતભાઈને તે માટે ઘણે અફસોસ રહેતો અને. મનમાં ખૂબ જ દુઃખી થઈ જતા. આટલી સુંદર સેવા કરવા છતાં, તેમને એમ જ લાગ્યા કરતું કે હું તેમની પૂરી સેવા કરી શક્યા નથી.
સં. ૨૦૨૧ના અષાડ સુદ ૧૧ ને શુકવારને દિવસ હતે. અંગ્રેજી તારીખ ૯ મી જુલાઈ ૧૯૬૫ને દિવસ બતાવી રહી હતી.
કેટલાક દિવસથી શ્રી અમૃતબહેન યંતભાઈને એમ કહેતા હતા કે “હમણાં એક અઠવાડિયું કામ બંધ કરીને ઘરે રહેવું, જેથી તારા બાપુજીને આનંદ થાય.” આથી જયંતભાઈ ગુરુવારે રાત્રે માણસને કામે ભળાવીને ઘરે. આવ્યા હતા. હવે એક અઠવાડિયું ઘરે રહેવાને જ તેમને સંકલ્પ હતે.