________________
[ ૧૩ ]
અંતિમ દિવસે
સને ૧૯૬૪ના સપ્ટેમ્બર માસમાં દાંતના ચાકઠા પર બેજો પડતાં શ્રી માવજીભાઈના જમણા ગાલ પર માટો સાજો આવી ગયા અને તે પીડા કરવા લાગ્યા. આથી કુશળ ડાકટરીની સારવાર લેવામાં આવી અને તેમની સલાહ અનુસાર શસ્ત્રચિકિત્સા કરાવી; પરંતુ રાગે મચક આપી નહિ. મુંખઈના લગભગ બધાજ નામાંકિત ડોકટરોને બતાવવા છતાં કુદરત જશ આપવા તૈયાર હેાય તેમ લાગતું ન હતુ. એ તે દુર્ઘાંત શત્રુની જેમ અણનમ જ રહ્યો અને શ્રી માવજીભાઈના ધૈયંની કસોટી કરવા લાગ્યા. પરંતુ શ્રી માવજીભાઈ જૈન માતાના ખેાળામાં ઉછર્યાં હતા અને જૈન ધર્મ નું સુંદર શિક્ષણુ પામ્યા હતા, એટલે તેને કર્મના ઉદય માનીને શાંતિપૂર્ણાંક સહન કરવા લાગ્યા.
હવે દુકાને જવાનું માંડી વાળ્યુ હતુ. તે મેટાભાગે ઘેર જ રહેતા અને કવચિત્ જ મહાર નીકળતા.