________________
૭૬
જીવનસૃતિ
કેટલીક વાર સાધુ મહારાજો, સાધ્વીજી મહારાજો તથા આચાય ભગવતે ઘરે પધારતા અને સારા એવા સમય સ્થિરતા કરી તેમની સાથે ધમની ચર્ચાઓ કરતા. વળી ધાર્મિક પુસ્તકનુ શ્રવણુ કરવામાં પણ તેમના ઠીક ઠીક સમય પસાર થતા. શ્રી અમૃતબેન, વિમલાબેન તથા જયંતભાઈ તેમની પાસે બેસતા અને તેમનુ દુઃખદ વિસારે પડે એ જાતના વાર્તાલાપ કરતા તથા તેમની દરેક સગવડ પર બારીકાઈથી ધ્યાન આપતા. તેમની પુત્રવધૂ હંસાબહેન પણ તેમની સેવાચાકરીમાં ભાગ લેતા હતા. શ્વસુરની સેવા એ પિતાનીજ સેવા છે અને તે કલ્યાણ તથા સૌભાગ્યની વૃદ્ધિ કરનારી નીવડે છે.
શ્રી જયંતભાઈ તેમના ધંધાના અતિશય બેજા વચ્ચે પણ પિતૃસેવાને પ્રથમ સ્થાન આપી પેાતાની જાતને ધન્ય કરી રહ્યા હતા. શ્રી જયંતભાઈ તેમના પિતાને માંદગી દરમિયાન જ્યાં સુધી અનુકૂળતા હતી, ત્યાં સુધી રોજ સવારે ફરવા લઈ જતા અને દેવદન કરાવતા. સવારે ચા-પાણી પણ તેએ જ કરાવતા. સવારે ૮-૦ વાગે એસેિ જતાં પહેલાં તેમને આપવાની વસ્તુ આપીને જ જતા. ૧૦-૩૦ વાગે જમવા આવે ત્યારે તેમની જરૂરીઆત પ્રમાણે ભાજન કે ચા-પાણી પેાતાની જાતે ધ્યાનથી કરાવતા. ખપેારે ૨-૦ વાગે ગમે ત્યાંથી પાછા આવી તેમની જરૂરીઆતા પર ધ્યાન આપતા. સાંજે ૫-૩૦ વાગે પણ પાછા ઘરે આવતા અને પેાતાની ફરજ અદા કરતા. સાંજના એસેિથી પાછા આવતાં પણ એ જ રીતે પૂરતી કાળજી રાખી દવા તથા ખાનપાનનું ધ્યાન રાખતા,