________________
વ્યક્તિત્વ
૭૩
નહિ. જે કોઈનું ધ્યાન જાય અને આગળ લઈ જઈ બેસાડે તે જુદી વાત. આવી તે તેમની સરળતા હતી.
શ્રી માવજીભાઈ આર્થિક સમસ્યાઓથી પર થયા, ત્યારે શ્રી જયંતભાઈએ કારણવશાત્ કઈ આર્થિક પ્રશ્ન તેમની સામે ઘર્યો હોય તે મોટા ભાગે ઉદાસી વલણ ધારણ કરતા. સાંસારિક બાબતે પરત્વેની ઉદાસીનતાને સાધુતાનું એક લક્ષણ માનીએ, તે તેમનામાં આ લક્ષણ પાછલી ઉંમરે સારી રીતે વિકાસ પામ્યું હતું.
તેમના મિત્રે ઠીક ઠીક સંખ્યામાં હતા. શ્રી ભાઈલાલ છોટાલાલ પટેલ અને તેમણે બન્નેએ એક શિક્ષક તરીકે કારકીર્દી શરૂ કરતાં જે મિત્રતા બંધાઈ તે સ્વભાવના મેળના કારણે જીવનના અંત સુધી સચવાણું હતી અને આજે પણ શ્રી ભાઈલાલભાઈને આ કુટુંબ પ્રત્યે એટલે જ પ્રેમ છે.
શ્રી ભાઈલાલભાઈ એ સમય જતાં શિક્ષપદ છેડી ધંધામાં ઝંપલાવ્યું હતું અને તેમની સુંદર આવડતને કારણે બ્રીટીશ ગવર્નમેન્ટે તેમને 0. B. E. ને ખિતાબ આપે હતો. તેમણે એક વખત મુંબઈના ટેક્ષટાઈલ કમીશ્નર તરીકે પણ સુંદર કામગીરી બજાવી હતી. આવા ઉચ્ચ સ્થાને પહોંચવા છતાં તેમની મિત્રી એકધારી રહી હતી.
શ્રી છગનલાલ કરસનજી જોશી તેઓની સાથે બાબુ પન્નાલાલ શાળામાં ગુજરાતી વિભાગના હેડમાસ્તર હતા. તેમની મિત્રી પણ સ્વભાવની શક્યતાના કારણે જેવી ને તેવી