________________
નિવૃત્તાવસ્થા
કરાવી રહ્યા છે. ખરેખર! એ આજના યુગને શ્રવણ છે! તેના અમે કેટલાં મુખે વખાણ કરીએ?”
હવે ધન ખર્ચવાની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી, એટલે તેમણે દાનપુણ્યનાં કાર્યો પણ સારા પ્રમાણમાં કર્યા. શ્રી જયંતભાઈ અનેક સંરથાઓમાં પિતાજીના નામે તેમના દ્રવ્યને સદુપયોગ કરી પુત્ર તરીકેની પવિત્ર ફરજ અદા કરી રહ્યા હતા. તેમનું એ મંતવ્ય હતું કે પિતાની હયાતીમાં જે કંઈ દાન થઈ શકે તે કરવું. એથી તેમને અને પિતાને જે ઉલ્લાસ થશે, તે તેમની ગેરહાજરીમાં થવાને નહિ.
કઈ મહાપુરુષે ઠીક જ કહ્યું છે કેपूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः। श्रुतं परोपकारश्च, मयंजन्मफलाष्टकम् ॥
અર્થાત્ પૂજ્યની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, જપ, તપ, શાસ્ત્રાભ્યાસ અને પરોપકાર, એ આઠ મનુષ્યજન્મનાં મધુર ફળે છે. અહીં પૂજ્ય શબ્દથી દેવ, ગુરુ તથા વડીલ સમજવાના છે.
સપુપુત્રનું કર્તવ્ય એ જ છે કે વૃદ્ધાવસ્થામાં માતાપિતાની સેવાચાકરી કરવી, તેમને તીર્થોની યાત્રા કરાવવી, તેમને યથેચ્છ દાન-પુણ્ય કરવાની સગવડ કરી આપવી અને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
ઘણી વખત બે પુત્રો ઘરમાં હોય અને તેમને એક પુત્ર ફરજ અદા કરે અને બીજે ન કરે, ત્યારે વિસંવાદી સ્થિતિ