________________
૬૭
નિવૃત્તાવસ્થા પ્રસંગે આગંતુકોને તથા બેરીવલી સંઘના મુખ્ય કાર્યકર્તાએને જમણ અપાયું હતું.
શ્રી માવજીભાઈ શિક્ષકપદેથી નિવૃત્ત થતાં બાકીને સમય પસાર કરવા તેમની સ્ટેનલેસ સ્ટીલની દુકાને બેસતા હતા કે જે મેસર્સ મહેન્દ્ર એમ. શાહ એન્ડ કું.ના નામથી પ્રસિદ્ધ હતી. સમય જતાં જ્યારે તેમની તબિયત લથડવા લાગી અને દુકાને જવાનું અશક્ય લાગ્યું, ત્યારે તેમણે આ પ્રવૃત્તિ છેડી. આમ છતાં તેમની લેખનપ્રવૃત્તિ તે ચાલતી જ રહી. તેમના મૃત્યુ પૂર્વે એક માસ પહેલાં તેમણે છેલ્લું કાવ્ય મુંબઈની લાલબાગની ધર્મશાળાના ઉદ્ઘાટન સંબંધી મંદાક્રાંતા છંદમાં રહ્યું હતું, જે તેમના મેટા પુત્ર શ્રી
યંતભાઈએ ત્યાં મંડપમાં મોટી માનવમેદની વચ્ચે ગાઈ સંભળાવ્યું હતું. પાઠકેની જાણ માટે તે અહીં ઉદ્ઘત કરવામાં આવે છે – .
નમ્ર અંજલિ
[મદાક્રાન્તા છન્દ:] છે સૌરાષ્ટ્ર સરળજનનું પરવડી નામ ગ્રામ,
ત્યાં જન્મ્યાતા કમલસૂરિજી ભવ્યનેત્રાભિરામ; આવે તેને મધુરવચને ધર્મપંથે જ વાળે,
ઠાર્યાંતાં મે સૂરિજી નયને જોઈને બાલ્યકાળ(૧)