________________
[૧૨]
વ્યક્તિત્વ
શ્રી માવજીભાઈનું વ્યક્તિત્વ એક અનેરી ભાત પાડી જતું હતું. શૂન્યમાંથી અનેક આંકડાઓ સર્જાય તેમ તેમના જીવનની પ્રતિભા સમય જતાં અનેક રીતે સર્જાતી જતી હતી. વામનમાંથી વિરાટરૂપે તેમની પ્રતિભા દિવસે દિવસે વધતી રહી હતી.
શ્રી માવજીભાઈના શરીરની કાઠી પાતળી હતી, ઉંચાઈ સમધારણ હતી, રંગ ઘઉંવર્ણો હતે.
તેઓ ધેતિયું, ખમીશ અને લાંબે ડગલે પહેરતા, તથા માથે ભાવનગરી ફેંટો બાંધતા. ઘણું ભાગે ગાંધીજીની ચળવળ દરમિયાન તેમણે આ ફેટો છે તે અને ટોપી ધારણ કરી હતી.
એક વખતે એક સભામાં મહાત્મા ગાંધીજીનું પ્રવચન હતું, ત્યારે શ્રી માવજીભાઈને એ સભાનું પ્રમુખ સ્થાન લેવું પડેલું.