________________
નિવૃત્તાવસ્થા
આટલે આગળ વધે અને તમે આ અવસ્થાએ કરી કરી, એ મારાથી સહન થતું નથી.”
શ્રી જયંતભાઈ પિતાજીની શાંતિમય પ્રવૃત્તિ ચાલુ રહે એ માટે એગ્ય સ્થાન વિચારી રહ્યા હતા, એટલામાં તેમના એક ઘરાકને દુકાન અને કારખાનું એ બેન સંભાળી શકવાને કારણે દુકાન કાઢી નાખવાની જરૂર ઊભી થઈ અને તેણે શ્રી યંતભાઈને કહ્યું કે “કઈ ઘરાક હોય તો ધ્યાન રાખજે. આપણે દુકાન કાઢી નાખવી છે.”
શ્રી યંતભાઈને આ વાત ધ્યાનમાં રહી અને તે માતાપિતા સમક્ષ રજૂ કરી. આ વખતે નાનાભાઈને ધંધાકીય જ્ઞાન મળે તે માટે કઈ દુકાને બેસાડે હતા, એટલે વડીલેની સંતિમપૂર્વક આ દુકાન ખરીદી લીધી.
જ્યારે દુકાનને વહીવટ બરાબર ચાલવા લાગ્યું, ત્યારે શ્રી માવજીભાઈ નિશાળ છેડવામાં સંમત થયા. આ સંબંધમાં બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના સંચાલકને ખૂબ ખૂબ વિનંતિ કરતાં તેમણે ઘણાજ દુભાતા દિલે શ્રી માવજીભાઈને છૂટા થવાની રજા આપી.
શ્રી માવજીભાઈએ શિક્ષકમંડળ તથા વિદ્યાર્થિઓની રજા લઈ પિતાની આ પ્યારી શાળાને નમસ્કાર કર્યા અને વિદાય લીધી ત્યારે તેમનું હૈયું ભારે હતું અને તેમની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં હતાં. શાળા પ્રત્યેના તેમના આ પ્રકારના સદ્દભાવે જ તેમને મહાન બનાવ્યા હતા અને શિષ્યરૂપી સંપત્તિ વિપુલ પ્રમાણમાં આપી હતી. કોઈ પણ