________________
પિતૃભક્તિના પુણ્ય પ્રકાશ
૬૧.
થતા નથી, પણ જ્ઞાનના નામે તેનામાં જે દંભ અને અહુ ભાવ આવે છે, તે જ તેનામાં આ પ્રકારના અવગુણા લાવે છે. જીવતા માબાપની પૂજા તે જ સાચી પૂજા છે. જે પુત્રા તેમની હયાતિમાં તેમનાથી દૂર થાય છે, તે ખરેખર ! કમનશીમ છે. તેએ ગંગાજળની પવિત્ર લહેરિ છેડીને ખાબાચિયામાં રાચે છે અને તેનુ ફળ ભાગવે છે.'
શ્રી જયંતભાઈ એ પિતાની માંદગી વખતે ખડે પગે. જે સેવા કરી, તેમાં પિતૃભક્તિના પરમ પ્રકાશ પચે છે. તે માટે અમે તેમની કયા શબ્દેમાં પ્રશંસા કરીએ ?
અનુભવી પુરુષાએ કહ્યું છે કે ‘સોળ વરસના સુત થયા, તમ તે મિત્ર સમાન.' આ ઉક્તિ શ્રી જયંતભાઈના સબંધમાં સાવ સાચી પડી હતી. શ્રી માવજીભાઈ ના પિતા સાથેના સબંધ પ્યારા પુત્ર કરતાં એક દિલાજાન મિત્ર જેવા વિશેષ બની ગયા હતા. અન્ય શબ્દોમાં કહીએ તેા તેમની વચ્ચે સેાનારી સ્નેહની અપ્રતિમ કડીએ જોડાઈ ગઈ હતી. આજે તા એ જોડલી ખડિત થઈ ગઈ છે, પણ તેની યાદ કદી વિસરાશે નહિ.
શ્રી જયંતભાઈ ને પેાતાના ધીકતા ધંધા અંગે અન્ય ખાખતા માટે સમય બહુ ઓછા મળે છે, આમ છતાં સેવાના પ્રસંગ આવ્યે તેઓ પેાતાનું કર્તવ્ય બજાવ્યા વિના રહેતા નથી. તેમણે નાની ઉંમરમાં જે લેાકપ્રિયતા મેળવી છે, તે તેમના ઉજ્વલ ભાવીની આગાહી કરે છે. ખરૂ કહીએ તા આગામી બનાવે તેમની છાયા પ્રથમથી જ પાડે છે.