________________
જીવનસ્મૃતિ
કૌતુકવાળી વાત, વિશદ વિદ્યા અને કસ્તૂરીની લેકેઉત્તર સુગંધ, એ ત્રણે જળમાં પડેલા તેલના બિંદુની જેમ જગતમાં દુર્નિવારપણે પ્રસરે તેમાં આશ્ચર્ય શું?”
શ્રી જયંતભાઈ પાસે વિશદ વિદ્યા હતી, તેની સુવાસ દિવસે દિવસે વધવા લાગી અને આજે તો તેઓ અનેક જાહેર સંસ્થાઓમાં માનનીય હિસાબ-અન્વેષક (ઓડીટર) યા બીજી અનેક રીતે ગૌરવવંતુ સ્થાન ભેગવી રહેલા છે.
આ તે તેમના જીવનનું એક પાસું થયું. હવે બીજા પાસાં તરફ પણ દષ્ટિપાત કરીએ.
સામાન્ય રીતે આજનું ઉચ્ચ શિક્ષણ મેળવનાર વ્યક્તિ ધાર્મિક જીવન પ્રત્યે ઉદાસીન બને છે અને સંયુક્ત કુટુંબની પ્રણાલિકાથી દૂર થઈ જાય છે. પરંતુ જયંતભાઈની બાબતમાં આથી ઉલટું જ બન્યું છે. ઉચ્ચ શિક્ષણ લેવા છતાં તેઓ ધાર્મિક જીવન પ્રત્યે ઉદાસીન રહ્યા નથી. તેઓ પિતાના પગલે ચાલી રેજ શ્રી જિનેશ્વર દેવની સેવા-પૂજા-ભક્તિ કરે છે તથા સાધુ મહાત્માઓનાં દર્શન કરી પાવન થાય છે. વળી માતા-પિતાથી તેઓ વિખૂટા પડયા નથી. તેમને પિતાની સાથે જ રાખ્યા છે અને તેમની અનન્ય ભાવે સેવા કરી છે. અમે ઘણુ સંસ્કારી કહેવાતાં કુટુંબના પરિચયમાં આવ્યા છીએ, પણ માતા-પિતા પ્રત્યેની આવી જવલંત ભક્તિનું દશ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે.
શ્રી યંતભાઈનું એવું સ્પષ્ટ મંતવ્ય છે કે “આજના યુગની કેળવણીને લીધે બાળક ધર્મથી કે માબાપથી વિમુખ