________________
પિતૃભક્તિને પુણ્ય પ્રકાશ
૫૭ શ્રી માવજીભાઈએ આજીવન કેળવણીકાર રહીને અનેક વિદ્યાર્થીઓના જીવનમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું, તેમ પિતાના બાળકેમાં પણ ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હતું. પૂજ્ય શ્રી ચિત્રભાનુ મહારાજના શબ્દોમાં કહીએ તે તેમણે દીપકને પ્રકાશ માત્ર લેકેને જ આપે ન હતું, પણ પિતાના ઘરમાંયે પ્રકટાવ્યું હતું. શ્રી જયંતભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા સુસંસ્કારી પુત્રને સમાજના ચરણે ધરી તેમણે આ વાત પુરવાર કરી હતી.
શિક્ષકના આર્થિક જીવનની સમસ્યાઓ તે શિક્ષકે જ જાણતા હોય છે. એવા સંયોગોમાં પણ પ્રશ્નને સરલ ઉકેલ કરી પોતાનું કર્તવ્ય અદા કરવા માટે આપણે શ્રી માવજીભાઈને જરૂર અભિનંદન આપીએ.
શ્રી માવજીભાઈએ સગો અનુસાર તેમના ચારે ય સંતાનને ભણાવ્યા, પણ જયંતભાઈને આગળ ભણુવતી વખતે તેમની આગળ આર્થિક સમસ્યા ખડી થઈ. આ વખતે
યંતભાઈએ જે હિંમત દાખવી, જે પુરુષાર્થ છે, તે આપણને જરૂર વિચારતા કરી મૂકે એવે છે.
માર્ચ માસમાં મેટ્રીકની પરીક્ષા આપ્યા પછી તેઓ નેપચુન એસ્યુરન્સ કુ. લી. મુંબઈમાં નેકરી પર બેસી ગયા હતા અને માસિક પગાર રૂ. ૫૦ પ્રમાણે આવતે થઈ ગયે હત, જે કુટુંબના આર્થિક નિર્વાહ માટે સહાયરૂપ હતું. પરંતુ તેમને આગળ ભણવાનું પૂરેપૂરું દિલ હતું, એટલે સીડનહામ કોલેજ ઓફ કોમર્સમાં પ્રવેશ માટે અરજી કરી અને ગુણે ઘણા સારા હોવાથી પ્રવેશ તરત જ મળી ગયે. પરંતુ