________________
જીવનસાથી
પપ
રાત કે દિવસ જોયા ન હતા. પતિને સુખ કેમ ઉપજે ?” એ જ તેમની એક માત્ર વિચારણા રહેતી અને તેમાં પિતાની અંગત સુખ સગવડોને સાવ ભૂલી જતાં. શ્રી અમૃતબહેન વિચાર કરતાં વતનમાં વધારે માને છે અને ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ માર્ગ કાઢવાની કુશળતા ધરાવે છે. તેઓ સ્વભાવે ઉદાર છે અને હસતાં મુખડે દાન દઈ શકે છે.
પૂજ્ય મહાત્મા ગાંધીજીને કસ્તુરબા મળ્યા અને તેમનું જીવન ધન્ય બની ગયું, તેમ શ્રી માવજીભાઈને અમૃતબહેન મળ્યા અને તેમનું જીવન ધન્ય બની ગયું. શ્રી અમૃતબહેન માટે આથી વિશેષ બીજું શું કહીએ?