________________
૫૦
જીવનસ્મૃતિ પાડતાં શ્રી માવજીભાઈએ સારી એવી જહેમત ઉઠાવી હતી. એટલું જ નહિ પણ કેટલાક ચિંતાતુર દિવસો ય પસાર કર્યા હતા. પરંતુ તેમના સુશીલ ધર્મપત્નીએ ઘણોખરે બે પિતાના ઉપર લઈ તેમને રાહત આપી હતી.
શ્રી માવજીભાઈએ પિતાના જીવનમાં કરકસરને સ્થાન આપ્યું હતું, પરંતુ કંજુસાઈ કરી ન હતી. તેઓ એક સંસ્કારી ગૃહસ્થને અનુરૂપ જીવન જીવતા હતા, જે તેમની સુંદર આવડત અને વ્યાવહારિક કાર્યદક્ષતા બતાવે છે.
તેમની છેલ્લી માંદગીમાં તેમના ધર્મપત્ની અમૃતબહેને તથા એક આદર્શ પુત્ર તરીકે શ્રી જયંતભાઈએ તથા પ્રેમાળ પુત્રી તરીકે વિમળાબહેને તેમના છેલ્લા શ્વાસ સુધી જે એકધારી સેવા કરી છે, તે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. ઘડિયાળના કાંટા સાથે તેમની સારવાર કરવી, તેમની સગવડ ઉપર પૂરેપૂરો ખ્યાલ રાખે અને કરચાકરની અનુકૂળતા હોવા છતાં જાતે જ સેવા કરવી, એ કઈ સામાન્ય ઘટના નથી.
પિતાની ધર્મપત્ની, પુત્ર તથા પુત્રીની આવી ઉત્તમ સેવા પામનાર આ જગતમાં વિરલા હશે, એમ અમે પ્રામાણિકપણે માનીએ છીએ.
પ્રસંગે પાર કેટલાક આચાર્ય ભગવંતે તેમના ઘરને પાવન કરતા, ત્યાં તેમણે આ દશ્ય નજરોનજર જોયું હતું અને તે તેમણે પિતાના પત્રમાં અંક્તિ કરેલું છે.
* આ પત્ર શ્રદ્ધાંજલિ વિભાગના પત્રો' નામના પ્રકરણમાં છપાયેલા છે.