________________
કૌટુંબિક જીવન
૫૧
આજના યુગના સંતાના માટે શું આ સચાટ દાખલે નથી ? માખાપની ઉત્તર અવસ્થામાં તેમની સેવા કરવી, એ જીવનના અનુપમ લ્હાવા છે, અને તે દરેક સુપુત્ર તથા સુપુત્રીએ અવશ્ય લેવા જોઈએ.
શ્રી માવજીભાઈના બીજા જમાઈ શ્રી ધીરજલાલ ભગવાનદાસ શાહ જે ઇલેકટ્રીક એન્જીનીયર છે, તેમણે આ કુટુંબ માટે અને તેમાંયે શ્રી માવજીભાઈની માંદગીના પ્રસંગે ખડાપગે જે સેવા કરી છે, તે સદાય યાદ રહેશે.
સેવા–સેવામાં પણ ફેર હૈાય છે. શ્રી ધીરજલાલભાઈએ પેાતાના શ્વસુરની સેવા કરવામાં રાતદિવસ જોયા ન હતા. કેટલીય રાતાના એક સરખા ઉજાગરા કર્યાં હતા, જે ખરેખર ખૂબ જ પ્રસ’શનીય ગણાય.