________________
४८
જીવનસ્મૃતિ તેમજ શ્રી એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓ પણ સારા ગુણેથી પસાર કરેલી છે. શ્રી માવજીભાઈની છેલ્લી જીવલેણ માંદગી વખતે તેમણે સુંદર સેવા કરી પોતાની ફરજ બરાબર અદા કરી હતી. ખરેખર ! જે સંતાનને માબાપની સેવા કરવાની તક મળે છે અને જેઓ એ તકને ઝડપી લે છે, તેઓ પિતાનું જીવન ધન્ય બનાવી જાય છે.
ત્યાર પછી તેમના મોટા પુત્ર જયંતભાઈ છે, જેમને જન્મ જાન્યુઆરી માસની પહેલી તારીખે યાને અંગ્રેજોના બેસતા વર્ષે થતું હોવાથી કંઈકના મન આનંદ અને ઉત્સાહથી પ્રફુલ્લિત બનતા હોય છે. જો કે તેમનું નામ જન્મરાશિના આધારે પાડવામાં આવ્યું હશે, પરંતુ તેમના હસ્તપાદમાં જયની જ્વલંત રેખાઓ છે, એટલે એ નામ સાર્થક હતું, એમ કહ્યા વિના ચાલતું નથી.
પુત્ર સામાન્ય કે માયકાંગલે હોય તે પણ માતાપિતાના સ્નેહનું ભાજન બને છે, તે પછી તેજસ્વી અને બુદ્ધિમાન પુત્ર માટે તે કહેવું જ શું!
શ્રી યંતભાઈએ પાંચ ધેરણ યાને અંગ્રેજી પહેલી સુધીને અભ્યાસ ઘાટકેપરમાં શેઠું શ્રી રામજી આસર વિદ્યાલયમાં કર્યો હતો. ત્યાર પછી તેને બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલ મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ૧૯૪૮માં ઉચ્ચ પંક્તિના ગુણે સાથે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. તેઓ ભણવામાં હોંશિયાર