________________
૨૮
જીવનસ્મૃતિ સાથે જૈન ધર્મ, જૈન તત્વજ્ઞાન તથા જૈન સાહિત્ય અંગે વાર્તાલાપ થતું, જે તેમણે સંપાદિત કરેલા જ્ઞાનને નવપલવિત રાખવામાં સહાયભૂત થતું. એવામાં એક દિવસ એક વર્તમાનપત્રમાં એવી જાહેરખબર જોવામાં આવી કે મુંબઈની બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલને એક ધાર્મિક શિક્ષકની જરૂર છે. ઉમેદવારે લાયકાતના પ્રમાણપત્રો સાથે મળવું.”
આ જાહેરખબર વાંચ્યા પછી શ્રી માવજીભાઈને વિચાર આવ્યું કે “આ પદની ઉમેદવારી હું કરું તે ! એથી મારી વિદ્યાને સદુપયોગ થશે અને જીવનનિર્વાહ પણ સારી રીતે ચાલશે.” આ વિચારે તેમને મુંબઈ જવાની પ્રેરણા આપી અને તેઓ મુંબઈ તેમના મોટાભાઈ કુંવરજીભાઈને ત્યાં આવ્યા. પછી તેઓ બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલના સંચાલકે સમક્ષ ઉપસ્થિત થયા અને શ્રી યશોવિજ્યજી જૈન સંસ્કૃત પાઠશાળાનું પ્રમાણપત્ર તેમની આગળ ધર્યું. સંચાલકને તેમની ગ્યતા માટે ખાતરી થઈ ગઈ પણ ઉમ્મરમાં નાના હેવાને કારણે તેમને સૂચના આપવામાં આવી કે તેમણે ટોપી ન પહેરતાં માથે ફેંટો બાંધે, જેથી વિદ્યાર્થીઓ ઉપર તેમની છાપ પડે. આ રીતે આ હાઈસ્કૂલમાં તેમની મુખ્ય ધાર્મિક શિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી.
સને ૧૯૧૦ના ઓગસ્ટ માસની પહેલી તારીખથી શ્રી માવજીભાઈએ આ પવિત્ર પદની જવાબદારી સંભાળી લીધી.