________________
શિક્ષકપદ્મને સ્વીકાર
૨૯
આ વખતે તેમના મેટ્રીકના વિદ્યાથી એમાં શ્રી વીરચંદ પાનાચંદ શાહ વગેરે હતા.
શિક્ષકનું પત્તુ ઉપલક દૃષ્ટિએ સામાન્ય લાગે છે, પણ વાસ્તવમાં તેવું નથી. ખાસ કરીને ભાવી પ્રજાના જીવનઘડતરની દૃષ્ટિએ તે એક ઘણું ઊંચું પદ છે. શિક્ષકો વિદ્યાર્થી આને જે રીતે ઘડે, તે રીતે જ પ્રજાનું સ્વરૂપ નિર્માણ થાય છે. અને તે રાષ્ટ્રના ઈતિહાસમાં પેાતાને સારા કે નખળા ભાગ ભજવે છે.
સર્વીસત્તાધીશ માજી કેંસરને જર્મીન પ્રજાનુ' ઉત્તમ પ્રકારે ઘડતર કરવું હતું. તેના અનેકવિધ ઉપાયે વિચાર્યા પછી તેણે એક ઉપાય એ પણુ વિચાર્યાં કે શિક્ષકપદને સ્વીકાર કરનારને માટે સહેલાઈથી મુલાકાત આપવી, એટલે સારા શક્તિશાળી માણસે એ પદના સ્વીકાર કરશે અને તે જર્મન પ્રજાનું ઉત્તમ રીતે ઘડતર કરી શકશે. તેણે આ ઉપાય અમલમાં મૂકયા, અને એ કારગત નીવડચો. કેસરને મળવાની મુરાદથી ઘણા શક્તિશાળી માણસે એ શિક્ષકનુ' પદ સ્વીકાર્યું અને તેમણે જર્મન પ્રજામાં નવું જ ખમીર રેડી દીધું.
ભારતવષે તા અતિ પ્રાચીન કાલથી આચાય તેવો મન । ’ એ સૂત્ર ઉચ્ચારીને વિદ્યાગુરુની એક દેવ તરીકે પ્રતિષ્ઠા કરી છે અને તેનું સન્માન-બહુમાન કરવામાં જીવનની સાકતા ખતાવી છે.
વિદ્યાદાન એક મહાદાન છે, એ વસ્તુ શ્રી માવજીભાઈ સારી રીતે જાણતા હતા અને એવું દાન દેવાને સુઅવસર