________________
- ૩૩
લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ
સને ૧૯૨૩માં તેમણે શ્રી સેમપ્રભસૂરિકૃત સિંદૂરપ્રકર નામના સંસ્કૃત પ્રબંધનું સંપાદન કર્યું અને તેને ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો. આ વસ્તુ તેમણે પોતે જ પ્રકાશિત કરી. આ હતું તેમનું પ્રથમ પ્રકાશન ! પરંતુ તે ઘણે કાદર પામ્યું હતું અને સને ૧૯૩૬ સુધીમાં તેની ચાર આવૃત્તિઓ થઈ હતી. બેરિસ્ટર ચંપતરાય જૈન જેવાએ પણ તેની પ્રશંસા કરી હતી.
આ સમયથી તેમની લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ વ્યવસ્થિત રીતે ચાલવા લાગી અને તે સને ૧૯૫૪ સુધી બરાબર ચાલુ રહી. દરમિયાન તેમણે નાની મોટી ૭૬ જેટલી કૃતિઓ સમાજને ચરણે ધરી.
સામાન્ય જનતા ભારેખમ પુસ્તક વાંચી શકતી નથી, વળી તેને પ્રકાશનને માટે આર્થિક ચિંતા સેવવી પડે છે. એટલે શ્રી માવજીભાઈએ નાની નાની પુસ્તિકાઓ અલ્પ મૂલ્ય પ્રકટ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેને એકંદર સારી સફળતા મળી હતી.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત લેખાશે કે જૈન સમાજને જેમ શાસાભ્યાસ અને જ્ઞાનાર્જનમાં વિશેષ રસ નથી, તેમ લેખન-પ્રકાશનમાં પણ વિશેષ રસ નથી; એટલે લેખન–પ્રકાશન-પ્રવૃત્તિ હાથ ધરનારને ઘણી વાર ગાંઠનું ગોપીચંદન ઘસવું પડે છે અને કરજદાર થઈ જવાને વખત આવે છે, પરંતુ શ્રી માવજીભાઈને શિષ્યવર્ગ મોટો હતો