________________
૩૪
જીવનમૃતિ અને તે પણ પુરુષાર્થ હતા, એટલે તેમને આ પરે સમય જેવાને પ્રસંગ આવ્યે નહિ, એટલું જ નહિ પણ આ પ્રવૃત્તિ કંઈક અંશે તેમની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં સહાયભૂત બની.
શ્રી માવજીભાઈની લેખનશૈલી સરળ અને સ્પષ્ટ હતી તથા વિષયની છણાવટ સુંદર હતી, એટલે તેમની પુસ્તિકાઓ નાના મોટા સહુને ગમી જતી. વળી આ પુસ્તિકાઓ એક જ કદની હતી, એટલે તેને સંગ્રહ શેભી ઉઠતે.
શ્રી માવજીભાઈની કેટલીક કૃતિઓ આઠમી આવૃત્તિ સુધી પહોંચી, એ તેની લેકપ્રિયતા તથા ઉપગિતા સૂચવે છે. અહીં તેમની સમસ્ત કૃતિઓનું સાલવાર નિદર્શન કરાવ્યું છે, તે પરથી તેમની લેખન-પ્રકાશન-પ્રવૃત્તિનું સ્પષ્ટ ચિત્ર પાઠકે સમક્ષ આવી જશે.
સને ૧૯૨૩ (૧) સિંદૂરપ્રકર-સંસ્કૃત કાવ્ય અને ગુજરાતી અનુવાદ.
સને ૧૯૨૪ (૨) જ્ઞાનપંચમી અને તેનું ઉદ્યાપન-નિબંધ.
પૂર્વે જૈનધર્મ પ્રસારક સભા માટે લખાયેલે નિબંધ આમાં અંતર્ગત છે.
સને ૧૯૨૫ (૩) જન કાવ્યપ્રવેશ-વિવેચન. (૪) જીવનચર્યા–વિવેચન.