________________
[૭] લેખન–પ્રકાશન–પ્રવૃત્તિ
કાશીના વિદ્યાભ્યાસ દરમિયાન શ્રી માવજીભાઈ કવિત્વ અને લેખનશક્તિને પ્રસાદ પામ્યા હતા અને તેણે એમના જીવનમાં કુમકુમ પગલીઓ પાડી હતી.
અઢાર વર્ષની ઉંમરે તેમણે કવિ પદ્માનંદકૃત સંસ્કૃત વૈરાગ્યશતકને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો અને તે ભાવનગરથી પ્રસિદ્ધ થતાં જૈનધર્મપ્રકાશ' નામના માસિકમાં પ્રકટ થતાં વાચકો દ્વારા પ્રશંસા પામ્યું હતું.
શ્રી માવજીભાઈ જૈન સામયિકમાં પ્રસંગોપાત્ત લેખે લખતા. એક વાર જૈન ધર્મ પ્રસારક સભાએ જ્ઞાનપંચમી અને તેના ઉદ્યાપન માટે જાહેર રીતે નિબંધની માગણી કરી અને શ્રેષ્ઠ નિબંધ લખનારને રૂા. ૨૫ નું ઈનામ જાહેર કર્યું. આ નિબંધ લખનાર માત્ર બે જ વ્યક્તિઓ નીકળી. તેમાં એક શ્રી માવજીભાઈ હતા અને તેમને નિબંધ ઈનામને પાત્ર ગણાય હતે.