________________
[૮] કૌટુંબિક જીવન
શિક્ષકપદે સ્થિરતા અનુભવ્યા બાદ સને ૧૯૧૬, સં. ૧૯૭રમાં શ્રી માવજીભાઈએ ભાવનગરનિવાસી શેઠ પોપટલાલ કસ્તુરચંદ શાહની સુપુત્રી શ્રી અમૃતબેન સાથે લગ્ન કર્યા.
શ્રી માવજીભાઈ એક સંસ્કારી યુવક હતા અને જીવનને સફલ કેમ બનાવવું, તેની ચાવીઓ જાણી ચૂક્યા હતા. વળી અમૃતબેન એક ધર્મપરાયણ ખાનદાન કુટુંબમાં ઉછરેલા હતા અને પતિપરાયણ થવામાં જ જીવનની સાર્થકતા લેખતા હતા.
શ્રી માવજીભાઈ મુંબઈ આવ્યા ત્યારથી લુહારચાલમાં મનહર બીલ્ડીંગમાં રહેતા હતા, જ્યાં તેમને શ્રી મતીચંદ ગીરધરલાલ કાપડિયાને પાડેશ મળ્યું હતું. પરંતુ લગ્ન પહેલાં કેટલાક સંબંધીજનેના અને ખાસ કરીને ઘાટકોપરના મકાનમાલિક શેઠ શ્રી અમૃતલાલ પરશોતમભાઈ તેમજ અમરચંદ ઘેલાભાઈને આકર્ષણને લીધે તેઓ ઘાટકેપર રહેવા ગયા હતા. ત્યાં કામાલેનમાં શ્રી હીરાલાલ અમૃતલાલ